AhmedabadGujaratIndiaStory

કોણ મને પ્રેરણા આપે છે? મહિને 2 લાખ કમાનારી મહિલાઓ કે ગૃહિણીઓ? મહિલા દિવસે આ લેખ અચૂક વાંચજો

આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર મહિલાઓ વિશેનો એક લેખ વાઇરલ થયો છે. જેમાં કહેવાયું છે કે, “મને પ્રેરણા કોણ આપે છે?

ગોલ્ડ મેડલ જીતનારી છોકરી?બુકર પ્રાઇસ મેળવનારી? મહિને 2 લાખ કમાનારી છોકરી? ceo બનનારી મહિલા? ફિલ્મો કરનારી? cm કે pm બનનારી?નહીં.. આ કોઈ મને ઇન્સપાયર નથી કરી શકતા. કેમ કે આ બધા એવા કામ છે જે મહેનતથી હું પણ એચિવ કરી શકું છું.મને તો એ વસ્તુ ઇન્સપાયર કરે જે હું કરી જ ન શકું. ઉપરાંત આ બધામાં એક ગોલ હોય છે,આર્ટ હોય છે,વેરિયેશન હોય છે. બોરિંગનેસ નથી હોતી ક્યાંય.

મને ઇન્સપાયર કરે છે આ દેશની હજારો ગૃહિણીઓ. એક મિનિટ ઉભા રહો.24 કલાક કામ કરવું,છોકરા પતિ સાસુ સસરાને સંભાળવા, રજા ન પાળવી એટલે મને ઇન્સપાયર કરે છે ?ના. જરાય નહીં.એમ તો પુરુષ ય કાળી મજૂરી કરતો હોય છે.અને પુરુષને કામની વચ્ચે વચ્ચે સિરિયલ જોવા કે ફેસબુક કરવા ય નથી મળતું.

મને ગૃહિણીઓ એટલે ઇન્સપાયર કરે છે કે કેમ કે એ લોકો ગોલ વિનાની લાઈફ જીવે છે.કોઈપણ જાતના કામના વેરિયેશન વિનાની લાઈફ જીવે છે.રોજ રોટલી ય ગોળ જ બનાવવી પડે છે.ક્યારેય ચેન્જ પૂરતી ચોરસ બનાવે તો ચાલે ? એનું એ જ ઘરેડ વાળું રોજનું કામ. આ લોકો કેમ જીવે છે ? લાઇફનો શુ ગોલ છે ? મારી આવી હાલત થાય તો હું ગાંડો થઈ જાવ અથવા સ્યુસાઇડ કરી લઉં.પણ ગૃહિણી એવું નથી કરતી. એના લીધે એમને સાયકોલોજીકલ પ્રૉબ્લેમ ય થાય છે.એમને લાઈફટાઈમ એમ લાગે છે કે કશુંક ખૂટે છે પણ શોધી નથી શકતી અને બેચેનીઓ થાય છે.

દીકરાને ખવડાવીને ગૃહિણીને શુ ફાયદો થાય છે ? પતિની સેવા કરીને અંગત લાઈફમાં શુ ફેર પડે?એમ લાગે જાણે લાઈફ અટકી ગઈ છે.ટ્રેનના એન્જીનની જેમ ડબ્બાઓને હંકારે જાય છે જેનો ગોલ કોઈ સ્ટેશન હોતું નથી. એમને કોઈ પરફોર્મન્સ બોનસ કે પ્રોમોશન ય નથી દેતું. એકધારી 1 વર્ષ પરફેક્ટ રોટલી બનાવે તો એને કોઈ ઘરની કે સોસાયટીની હેડ બનાવે છે ? એને ગોવાની ટ્રીપ બોનસમાં મળે છે ?

આ બાબતે ઝુકરબર્ગનો ખુબ આભાર માનવો પડે. Fb દ્વારા આ ગૃહિણીને અનેક લોકો સાથે વાત કરવાની તક આપી.બાકી આખી લાઈફ ફાલતુ કે સારા પણ એના એ જ 5-7 લોકોની વચ્ચે ખતમ થઈ જાય. આ ગૃહિણી નાના નાના જોક,કવિતા,વાર્તાઓ મૂકીને ખુશ થાય છે.કેટલો સંતોષ છે. મને એમનો આ સંતોષ ઇનસપાયર કરે છે.

હું તો કવિતા લખું એ સુપર હિટ ન જાય કે 100 ઉપર લાઈક ન આવે તો ય બેચેન થઈ જાવ. મારી લાઈફના કેટલાક ગોલ છે એના સિવાય કાંઈ ફરજીયાત કરવું પડે તો હાથ પગ ને લકવો થઈ જાય.પણ એ લોકો નાની વાતોમાં ખુશી શોધી લીએ છે અને જીવે છે એટલે મને ઇન્સપાયર કરે છે.ક્યારેક હું નિષફળ જાવ મારા ફિલ્ડ કે શોખના કાર્યોમાં ,ત્યારે મને થાય કે હજારો ગૃહિણી એવી છે કે જેમને એમના પ્રિય ક્ષેત્રમાં નિષફળ જવાની તક ય નથી મળતી.

વાત હજુ આટલેથી ખતમ નથી થતી. પરંતુ આ ગૃહિણીઓ પણ ખાસ્સી સ્માર્ટ હોય છે. બુરખા કે ઘૂંઘટ નીચે અદભુત ટેલેન્ટ હોય છે. જે લોકોના ઘરે ફેસબુક allowed નથી હોતું એવા અનેક ફેક એકાઉન્ટવાળી લેડીઝને હું ઓળખું છું. એ લોકો એમના કરન્ટ અફેરના વિચારો કે કોઈ ટોપિક પર જો રોજ લખવા બેસે તો ટિપિકલ સોસીયલ મીડિયાની લેડી સુપર સ્ટારને સાઈડના રોલ ય મળતા બંધ થઈ જાય.એ લોકોને તો ખબર ય નથી કે એ લોકો બહુ ટેલેન્ટેડ છે. એમને કોઈએ કીધું જ નથી.

અને કીધું હોય કે જાણતી હોય તો ય એ ટેલેન્ટ દેખાડવાનું લાઈફટાઈમ કોઈ પ્લેટફોર્મ એમની પાસે હોતું નથી અથવા તો શરમ અને ડર લાગે છે.અબ્રાહમ માસલોનો અંતિમ સિદ્ધાંત બહુમતી ગૃહિણી આખી લાઈફમાં નથી મેળવી શકતી.તોય એ જીવે જાય છે એટલે મને ઇન્સપાયર કરે છે.એમનું જીવવું એ જ પ્રેરણા છે.તો આ women’s day એ મમ્મી,બેન,દીકરી કે પત્નીને 365 દિવસ માત્ર ‘ગોળ’ રોટલી બનાવી દેવા માટે કહો thank you.

આ લેખ Vora Jay નામના યુવક દ્વારા પોતાના ફેસબુક પેજ પર લખવામાં આવ્યો છે.જેમાં અનેક મહિલાઓ એ પણ પ્રતિક્રિયા આપી છે અને વાતનું સમર્થન કર્યું છે.