ગુજરાતની હાલત ગંભીર: 24 કલાકમાં 441 નવા કેસ, 49ના મોત, એકલા અમદાવાદમાં 349 નવા કેસ
કોરોના ને લઈને હવે રાજ્યની સ્થિતિ ગંભીર બની રહી હોય તેવું જણાય છે. ગુરજતમાં આજે 24 કલાકમાં કુલ 441 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6245એ પહોંચી છે. જેમાંથી 4467 લોકો સ્ટેબલ છે અને 29 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં ટોટલ 89632 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
અમદાવાદની વાત કરીએ તો શહેરમાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 349 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 4425 પોઝિટિવ કેસ થયા છે. આજે 39 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 273 થયો છે. અમદાવાદમાં આજે સૌથી વધુ કેસ અને સૈથી વધુ મોત નોંધાયા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પણ સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે.
વિજય નેહરાએ જણાવ્યું કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથી. જે લોકો દર્દીઓના સંપર્કમાં આવ્યા છે અને લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટ કરવામાં આવશે. સંપર્કમાં આવેલા વ્યક્તિએ 7 દિવસ ક્વોરન્ટીન થવાનું છે. જો લક્ષણો જોવા મળે તો ટેસ્ટિંગ કરવામાં આવશે. મર્યાદિત સાધનો હોવાથી ટેસ્ટિંગ કરી શકીએ એમ નથી.