IndiaNarendra Modi

લોક ડાઉન:કોરોનાને પગલે PM મોદીએ આપ્યો દેશને આ મહત્વનો સંદેશ,જાણો

સમગ્ર દેશ અને દુનિયા આજે કોરોનાની મહામારી ની જપેટમાં છે.દુનિયાભરના દેશોનું અર્થતંત્ર આજે ખુબ નીચું આવી ગયું છે.સરકાર સહીત સમગ્ર પબ્લિક કોરોના સામે જ્જુમી રહી છે.તંત્ર પણ કોરોનાને હરાવવા બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. તમને આપને જાણીએ છીએ કે સમગ્ર દેશમાં અત્યારે કોરોનાને હરાવવા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.દિવસે ને દિવસે તંત્ર પણ કડક થઇ રહ્યું છે.PM મોદી પણ સતત કોરોનાને લઈને દેશની ચિંતા કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે. ત્યારે આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. એ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું છે કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે.તેમણે જણાવ્યું હતું કે આ વખતે પરિસ્થિતી અલગ છે. વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે તમારી વચ્ચે આવવું મારા માટે સૌભાગ્યની વાત હોત, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ આની પરવાનગી બિલકુલ નથી આપતું. ભારત આજે બુદ્ધના માર્ગે ચાલીને દરેકની મદદ કરી રહ્યું છે પછી તે દેશમાં હોય કે સમગ્ર વિદેશમાં. આ દરમિયાન ફાયદો કે નુકસાન જોવામાં બિલકુલ નથી આવી રહ્યું.

 

દેશની જનતા ને સંદેશો આપતા મોદીએ કહ્યું હતું કે ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વના દેશો સાથે અડીખમ ઊભું છે. આપણે આપણી સાથે સાથે આપણા પરીવારની પણ સુરક્ષા કરવી પડશે. સંકટના સમયે દરેકની મદદ કરવી એ જ બધાનો ધર્મ છે. આપણું કામ નિરંતર સેવા ભાવ હોવું જોઈએ. બીજા માટે કરુણા અને દયા રાખવી જરૂરી છે.

તેમણે એવું પણ કહ્યું કે બુદ્ધ એ કોઈ એક પરિસ્થિતિ પૂરતા સીમિત નથી. તે દરેકને માનવતાના ધોરણે મદદ કરવાનો મહત્વનો સંદેશ આપે છે. આજે સમાજની વ્યવસ્થા બદલાઈ એકદમ ચૂકી છે. પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ એજ છે અને આપણા જીવનમાં તેનું વિશેષ સ્થાન રહ્યું જ છે.પીએમ મોદીએ કહ્યું હતું વીશ્વમાં તમામ લોકો અલગ અલગ રીતે પોતાની સેવા કરી રહ્યા છે. પછી તે માર્ગો ઉપર કાયદાનું પાલન કરાવવાનું હોય કે પછી કોરોનાનાર્દીઓની સારવાર કરવાનું હોય. આજે સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ છે. ત્યારે બુદ્ધનો સંદેશ જરૂરી છે.