AhmedabadGujaratMadhya Gujarat
અમદાવાદ મ્યુનિસપિલ કમિશનર વિજય નેહરા ને કમિશનર પદ પરથી હટાવાયા, રૂરલ ડેવલપમેન્ટ વિભાગમાં કરાઈ બદલી
અમદાવાદની જનતા માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલી કરવામાં આવી છે. વિજય નહેરાની રૂરલ ડેવલપેમેન્ટ વિભાગના કમિશનર તરીકે બદલી કરાઈ છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે.
વિજય નેહરા થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને 14 દિવસ ક્વોરેન્ટાઇન થયા હતા.આજે 14 માં દિવસે જ તેમની બદલી કરતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. થોડા સમય પહેલા તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ કામ કરવા આતુર છે.