AhmedabadBjpCorona VirusGujaratMadhya Gujarat

AMCના પૂર્વ કમિશ્નર વિજય નેહરાએ આડકતરી રીતે કવિતાથી ભાજપ નેતાઓને જોરદાર જવાબ આપ્યો

અમદાવાદ: શહેરમાં કોરોના બેકાબુ બનતા એક દિવસ અચાનક AMC મ્યુનિપિસલ કમિશનર વિજય નહેરાને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ અમદાવાદની જવાબદારી અન્ય અધિકારીઓને સોંપવામાં આવી હતી. લોકો સોશિયલ મીડિયામાં વિજય નેહરા ના સમર્થનમાં આવ્યા હતા અને ભાજપનું રાજકારણ ગણાવ્યું હતું. જો કે ગઈકાલે ગુજરાત ભાજપ આઇટી સેલ દ્વારા વિજય નેહરાને ટાર્ગેટ કરીને ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા. જેમાં વિજય નેહરાને અમદાવાદમાં વધતા કેસ માટે જવબદાર ગણાવ્યા હતા.આજે વિજય નેહરાએ ટ્વીટર પર એક કવિતા શેર કરી છે અને આડકતરી રીતે વિરોધીઓને જવાબ આપ્યો છે.

વિજય નેહરાએ “વરદાન માંગુગા નહીં” કવિતા શેર કરી છે.