AhmedabadGujaratMadhya GujaratNorth GujaratSouth Gujarat

ગુજરાતના આ શહેરોમાં ભારે વરસાદની આગાહી: 3 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાત પહોંચશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી છે. કેરળના 9 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.જો એકે ગુજરાત એકવાર વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ 3 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચશે.વાવાઝોડાની અસરથી ગુજરાતના ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે એટલે 3 અને 4 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 5 જૂનના સમયગાળામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે 12થી 16 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા માટે સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આઇએમડીની આગાહી મુજબ 2 જૂન સવાર સુધી વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધીને 3 જૂને ગુજરાત-મહારાષ્ટ્ર્ના દરિયાકાંઠે પહોચશે.

3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત 4 જૂને મધ્ય ગુજરાતના અમદાવાદ શહેરોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડું પહોંચે તે પહેલા જ ભાવનગરમાં આજ સવારથી વાવાઝોડાંની અસર દેખાઈ છે.ભાવનગરમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો.સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.