અમદાવાદીઓ સાવધાન: કોરોનાની રસીનો બીજો ડોઝ નહી લીધો હોય એમને પોલીસસ્ટેશનમાંથી ફોન આવશે
ગુજરાતમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈ કાલે બે હજારની પાર કેસ સામે આવ્યા હતા. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯૦ કેસ સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં સતત કોરોના કેસ વધતા મનપાની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ‘જે લોકોએ કોરોનાનો વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી’ તેના માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમ વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં એવા ઘણા લોકો રહેલા છે જેણે કોરોના વેક્સીનનો બીજો ડોઝ હજુ સુધી લીધો નથી. તેમ છતાં હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મનપા દ્વારા કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ પોલીસ દ્વારા આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરવામાં આવશે.કોરોનાને અટકાવવા માટે કોરોનાની રસીનો ડોઝ લેવો જરૂરી છે જ્યારે શહેરમાં અંદાજે છ લાખ જેટલા લોકો દ્વારા રસીનો રસીનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે તેમ છતાં બીજો ડોઝ લેવામાં આવ્યો નથી. હવે અમદાવાદ મનપા દ્વારા પોલીસની મદદ લેવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનમાંથી આવતા 7 ઝોન મુજબ આવનારા પોલીસ સ્ટેશનમાંથી લોકોને રિમાઇન્ડર કોલ કરાશે. પોલીસ દ્વારા આ લોકોને કોલ કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે કહેવામાં આવશે.