અમદાવાદ: લગ્નની લાલચ આપીને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ અને પછી…….
અમદાવાદ શહેરમાં લગ્નની લાલચ આપીને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં આ એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોલીસે જ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પરિવારને પણ સચેત કરતા પરિવાર પણ સમગ્ર ઘટના બાદ ચોંકી ઉઠ્યો હતો.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આ યુવકે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જો તે નાણા નહી આપે તો બંન્નેની અંગત તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી હતી.આમ વારંવાર પૈસા પડાવ્યા હતા.
યુવક દ્વારા યુવતીને ડરાવી ₹12 લાખ રૂપિયા રોકડા તેમજ 30 તોલા સોનુ પડાવી લીધું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જો કે આખરે પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતા યુવતી રિવરફ્રન્ટ પર પહોંચી હતી. જો કે તે આત્મહત્યા કરવાનાં ઇરાદે આવી હોવાની શક્યતાને જોતા સ્થાનિક લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે યુવતીને બચાવીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પુછપરછમાં આ ચોંકાવનારા ઘટસ્ફોટ થતા પરિવારે યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.