GujaratNews

ધો.12ના વિધાર્થીઓ ને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રેક્ટિકલ પરીક્ષા

રાજ્યમાં હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા ફરીથી શાળાઓ ઑફલાઇન શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ધોરણ-12 સાયન્સના વિધાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે ધોરણ 12 સાયન્સના વિધાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે જે આગામી 2 માર્ચે પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની બધી જ વિગતો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ ઉપરાંત વિધાર્થીઓ કેવી રીતે પ્રેક્ટિકલ પરીક્ષા માટે હોલ ટિકિટ મેળવવી શકશે તેની પણ વિગતો બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

બોર્ડની વેબસાઇટ પર હોલ ટિકિટ અંગેની વિગતો મુકવામાં આવી છે. શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા Email ID દ્વારા લોગઇન કરી ડાઉનલોડ કરી શકાશે. જેના પરથી તમે માહિતી મેળવી શકો છો.જો કે રાજ્યમાં આગામી સમયમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજવવામાં આવે તે પહેલાં ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે છે.

ત્યારે ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા 2 માર્ચથી શરૂ થઈ રહી છે. ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા બીજી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે સ્કૂલોએ વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટીકિટ ઓનલાઈન ડાઉનલૉડ કરી તેમાં સહી સિક્કા કર્યા બાદ વિતરણ કરવાની રહેશે. શાળાઓએ આ હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ -૨૦૨૨ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયોની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી – સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવા માટે જણાવ્યું છે.

આ ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 2 માર્ચથી ૧૨મી માર્ચ સુધી ચાલશે. જે વિષયોમાં થીયરીકલ સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવાય છે તેવા વિષયોની બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવામાં આવશે.જો કે આ ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પહેલા 14 ફેબ્રુઆરીથી યોજવવાની હતી. પરંતુ, કોરોનાના કારણે સરકાર દ્વારા તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પરીક્ષા અંગે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ માટે મંગળવારે વિદ્યાર્થીઓની હોલ ટિકીટ પણ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે.