પીએમ મોદીના માતા હીરાબા ની તબિયત લથડી, અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા, નેતાઓ પહોચ્યા હોસ્પિટલ

હાલમાં મળતા સમાચાર મુજબ પીએમ નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા ની તબિયત લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હિરાબાને મંગળવારે રાત્રે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં તેવી માહિતી મળી રહી છે. હીરાબા ને હોસ્પિટલમાં દાખલ કર્યા ના સમાચાર મળતા જ ધારાસભ્ય દર્શનાબેન અને કૌશિક જૈન પણ હોસ્પિટલ પહોચી ગયા છે.
જણાવી દઈએ કે અગાઉ 2016માં પણ હીરાબાની તબિયત લથડી હતી.ત્યારે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓની જેમ જ સારવાર અપાઈ હતી. નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયા હતા. હિરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો.
તાજેતરમાં જ પીએમ મોદી ગુજરાત મુલાકાત વખતે માતાને મળ્યા હતા. 11 માર્ચના રોજ સવારના કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે માતાના આશીર્વાદ પણ લીધા હતા અને હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.