Surat: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને સુરત જિલ્લા અદાલતે બે વર્ષની કેદની સજા ફટકારી છે. એક કોર્ટે રાહુલ ગાંધીને તેમની કથિત ‘મોદી સરનેમ’ ટીપ્પણી માટે તેમની સામે ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. જણાવી દઈએ કે 2019માં એક ચૂંટણી રેલી દરમિયાન બીજેપી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની મોદી સરનેમ વિશેની વાંધાજનક ટિપ્પણી સામે માનહાનિનો દાવો કર્યો હતો. કલમ 504 હેઠળ રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરવામાં આવી છે. પરંતુ આ કેસમાં રાહુલ ગાંધી જેલ નહીં જાય. આ કેસમાં તેને જામીન મળી ગયા છે.
Rahul Gandhi અગાઉ ત્રણ વખત સુરતની કોર્ટમાં હાજર થઈ ચૂક્યા છે. જોકે, રાહુલ ગાંધીએ કોર્ટની અંદર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તેમના પર લાગેલા આરોપોને નકારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને ચૂંટણી રેલીમાં આવું બોલ્યાનું યાદ નથી. હવે આ કેસમાં બે વર્ષની સજા જાહેર થતાં જ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. આ કેસમાં તેને સજા સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે.
ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરનેમવાળા લોકો કેમ ચોર છે? રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. જો કે રાહુલ ગાંધીએ કોર્ટમાં આવા નિવેદનોને નકારી કાઢ્યા છે.