એક વર્ષની બાળકીએ રમત રમતમાં આ તો શું પી લીધું?

સુરત શહેરથી એક દયનીય ઘટના સામે આવી છે. જેમાં એક માસુમ બાળકી જોડે ના થવું થઈ ગયું છે. કેમકે રમત રમતમાં એક વર્ષની માસુમ બાળકીએ એસીડ પી લીધું છે. તેના લીધે બાળકી હાલત ગંભીર બની છે. બાળકીને હાલ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને આઈસીયુ વિભાગમાં સારવાર માટે લઇ જવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે રહેનાર એક વર્ષની માસુમ બાળકી આમીના અન્સારીએ એસીડ પી લીધું છે. જ્યારે માતા નજમા અનસારી રોજા ખોલવાના હોવાના લીધે રસોડામાં કામ રહી હતી. તે દરમિયાન માસુમ બાળકી ઘરમાં રહેલી એસીડનો બોટલ પાણી સમજી પી ગઈ હતી તેના લીધે બાળકીની હાલત ગંભીર બની ગઈ હતી. ત્યાર બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
આ પણ વાંચો: થાઇલેન્ડની યુવતીઓ સાથે મજા માણી રહ્યા હતા યુવકો અને અચાનક થયું એવું કે…
સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં બાળકીને ખસેડીને સારવાર શરુ કરી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ બાળકી 50 ટકા એસિડ પી જતા બાળકીની હાલત ગંભીર બની છે. તેમ છતાં આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તેમ છતાં માતા પિતા માટે ચોક્કસ આ લાલબત્તી સમાન કિસ્સો રહેલો છે. નાના બાળકો જે પરિવારમાં હોય છે એ પરિવારે ધ્યાન રાખવું જરૂરી છે. કેમકે નાના બાળકો ના સમજ કંઈપણ પી શકે છે અને બાળકનો જીવ પણ જઈ શકે છે.