GujaratAhmedabad

ગુજરાતમાં ફરી કોરોનાએ જોર પકડ્યું, છેલ્લા 24 કલાકના કેસ સાંભળી તમારી આંખો થઈ જશે પહોળી

કોરોનાને લઈને ફરી લોકોને સચેત રહેવાની જરૂર છે કેમકે કોરોનાએ ફરી તેનો કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે. કેમ કે કોરોનાના કેસમાં છેલ્લા થોડા દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 કેસ સામે આવ્યા છે. તેમાં પણ સૌથી વધુ ચિંતા કરવાની વાત છે તે અમદાવાદવાસીઓને છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 128 કેસ સામે આવ્યા છે. જ્યારે 388 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 98.96 ટકા પહોંચ્યો છે. તેમ છતાં એક વાત સારી પણ એ છે કે, આજે એક પણ દર્દનું મોત નીપજ્યું નથી.

ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ કોરોના વાયરસના કુલ 2294 એક્ટિવ કેસ રહેલા છે. જ્યારે બીજી તરફ, 1269225 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સિવાય 09 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે 2285 દર્દીઓની તબિયત હાલત સ્થિર રહેલ છે. નોંધનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત થયા છે. જ્યારે 12 લાખથી વધુ કોરોનાથી સાજા થયા છે.

રાજ્યમાં નોંધાયેલ કેસની વાત કરવામાં આવે તો તેના આંકડા નીચે મુજબ છે

અમદાવાદ કોર્પોરેશનમાં – 125
સુરત કોર્પોરેશન – 30
મોરબી – 29
મહેસાણા – 27
વડોદરા કોર્પોરેશન – 23
બનાસકાંઠા – 14
ભરૂચ – 14
વડોદરા – 11
રાજકોટ કોર્પોરેશન – 10
રાજકોટ – 9
અમરેલી – 8
કચ્છ – 8
આણંદ – 7
ભાવનગર કોર્પોરેશન – 6
સાબરકાંઠા – 6
સુરેન્દ્રનગર – 6
ગાંધીનગર – 5
જામનગર કોર્પોરેશન – 5
વલસાડ – 5
પાટણ – 5
સુરત – 5
અમદાવાદ – 3
ગાંધીનગર કોર્પોરેશન – 3
ખેડા – 2
પોરબંદર – 2
નર્મદા – 1
નવસારી – 1
પંચમહાલ – 1
બોટાદ – 1