ભરૂચ શહેરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ભરૂચ શહેરમાં ગટરમાં સફાઇ કરવા ઉતરેલા કામદારોના મોત નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. ભરૂચ જિલ્લામાં એક અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનમાં સફાઈ કામ દરમિયાન 4 સફાઈ કામદારોમાંથી 3 સફાઈ કામદારોના મોતને ભેટ્યા છે. જ્યારે બચી ગયેલ એક સફાઈ કામદારને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ ઘટના દહેજ ગ્રામ પંચાયતની હદમાં ઘટી છે. સફાઈ માટે એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના મોતને ભેટ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટર સહિત પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાટરની ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી ગટરમાંથી ભારે જહેમત બાદ ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણ સફાઈ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક સફાઈ કામદારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
પોલીસની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા ત્રણ સફાઈ કામદારોના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે એક સફાઈ કામદારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ છે. આ ઘટનાની જાણકારી મળતા જ ભરૂચ ડીવાયએસપી તથા સ્થાનિક પોલીસની ટીમ પણ ધટના સ્થળ પહોંચી દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.