GujaratAhmedabad

સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં જુગારધામમાં બિલ્ડરો અને ઉધોગપતિઓ ઝડપાયા

અમદાવાદના સિંધુભવન રોડ આવેલ તાજ હોટલમાંથી જુગારધામ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વૈભવી હોટલમાં પીસીબીએ દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર બાબત સામે આવી હતી. પોલીસ તપાસમાં મોટી જાણકારી સામે આવી છે કે, તાજ હોટલના માલિક અને સંકલ્પ ગ્રૂપના ચેરમને કૈલાશ રામઅવતાર ગોયન્કા દ્વારા આ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. જુગાર રમતા પકડાયેલા તમામ મોટા માથાઓ રહેલા હતા. આ મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરતા તાજ હોટલના માલિક કૈલાશ ગોયન્કાની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા જુગારીઓમાં જગદીશ ભગવાન દેસાઇ, કૈલાશ રામઅવતાર ગૌયેન્કા, નરેન્દ્ર જીવણલાલ પટેલ, શંકર મોહનભાઇ પટેલ, હસમુખ મફતલાલ પરીખ, અજીત શાંતિલાલ શાહ, કનુભાઇ અંબાલાલ પટેલ, ભાવીન ઇન્દ્રજીત પરીખ, પ્રદીપ રામભાઇ પટેલ, ભરતભાઇ મણીલાલ પટેલનું નામ સામેલ છે.

અમદાવાદ પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ તાજ હોટેલ ના રૂમ નંબર 721 માં થી 10 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ 10 જુગારી અમદાવાદ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાની જાણકારી સામે આવી છે. અચાનક પોલીસ દ્વારા હોટલમાં પ્રવેશીને તપાસ હાથ ધરવામાં આવી હતી. હોટલના એક રૂમમાં બિલ્ડરો અને ઉધોગપતિઓ જુગાર રમી રહ્યા હતા. પોલીસ દ્વારા આ જુગારીઓ હાલમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચો: અડધી રાત્રે ઈંટોના ભઠ્ઠામાં લઇ જઇ પતિએ પત્ની સાથે કર્યું કે…

નોંધનીય છે કે, સિંધુભવન રોડ પર આવેલ હોટલ તાજના રુમ નબંર 721 માં જુગાર રમવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરાઈ હતી. તેમાં રાઉન્ડ ટેબલ અને ખુરશીઓ પણ ગોઠવવામાં આવી હતી. ચારે તરફ સામ સામે બેસી જુગાર રમવામાં આવી રહ્યો હતો. આ રીતે જુગાર રમવાની વ્યવસ્થા કૈલાશ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં સખ્તાઈથી કાર્યવાહી કરતા મસમોટા જુગારધામને ઝડપી પાડવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અટલ બ્રીજ પર સર્જાયા એવા દ્રશ્યો કે તંત્ર ધંધે લાગી ગયું