GujaratAhmedabad

આગાહી: ખેડૂતો પર પડ્યા પર પાટું, હવે મોસમ પણ માણસની જેમ રંગ બદલવા લાગ્યું

ગુજરાતના ખેડૂતો પર ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કેમ કે અમદાવાદમાં સહિત અનેક શહેરોમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ વરસ્યા છે. એવામાં હવે ખેડૂતો કમોસમી વરસાદને લઈને ચિંતામાં આવી ગયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે.

અમદાવાદ ના વાતાવરણમાં આજ સવારથી એકાએક પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ વરસ્યા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. આ મિશ્રા વાતાવરણ ના લીધે રોગચાળાનો પ્રકોપ વધ્યો છે.

તેની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતીત બન્યા છે. એવામાં હવે બટાકા, રાયડો, ઘઉં, જીરું અને વળીયારી સહિતના અન્ય પાકને નુકસાન પહોંચી શકે છે. તેની સાથે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા મકાઈ, બાજરીના પાકમાં નુકસાન પહોંચે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, આગામી ચાર દિવસોમાં વરસાદની વરસશે નહીં. તેની ગરમીનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. માર્ચ મહિના બાદ એપ્રિલની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: સ્કૂલ ટ્રસ્ટી સાથે એવું તો શું બન્યું કે ત્રણ લોકો તેમના પર તૂટી પડ્યા?

આ પણ વાંચો: 53 હજારની નોકરી કરતા આ વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગે એવી નોટીસ મોકલી કે હાર્ટએટેક આવતા રહી ગયો

આ પણ વાંચો: CNG અને PNG ગેસના ભાવ ઘટશે,સરકારની આ નવી ફોર્મ્યુલાથી ભાવમાં આટલો ઘટાડો થઇ શકે