Ajab GajabInternational

મહિલા બોસે કર્મચારીઓને બમ્પર બોનસ આપ્યું, બધાને માલામાલ કરી દીધા

ઓફિસમાં બોસ (Boss) સારો હોય તો મન હંમેશા કામમાં લાગેલું રહે છે. બોસ પુરુષ છે કે સ્ત્રી તેનાથી કોઈ ફરક પડતો નથી. જો બોસનો મૂડ સારો હોય તો કર્મચારીઓનો મૂડ પણ સારો રહે છે.સોશિયલ મીડિયા (Social Media) પર બોસને લગતા અનેક પ્રકારના વીડિયો, ફોટા, કોલ રેકોર્ડિંગ વગેરે અવારનવાર જોવા અને સાંભળવા મળે છે. અમે જે બોસની વાત કરી રહ્યા છીએ તેણે પોતાના કર્મચારીઓ માટે જે કર્યું તેના કારણે આખી ઓફિસમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જેણે પણ આ સમાચાર વાંચ્યા તે બોસના વખાણ કરવા લાગ્યા.

જે બોસની વાત કરી રહ્યા છીએ તે એક મહિલા છે. મહિલા બોસએ તેમના કર્મચારીઓને આભાર બોનસ તરીકે રૂ. 8 લાખ અને ફર્સ્ટ ક્લાસની ફ્લાઈટ ટિકિટો ભેટમાં આપી છે. યુએસ સ્થિત આ મહિલા બોસ સ્પાનક્સ (spanx) નામની કંપની ચલાવે છે. કંપનીનું ટર્નઓવર એટલું વધી ગયું કે બોસ તેનાથી ખુશ થઈ ગયા. આ ખુશીના અવસર પર તેમણે કર્મચારીઓને પણ ખુશ કરવા બોનસની રકમની જાહેરાત કરી હતી.

જાણકારી અનુસાર તેમની કંપની Spanx નું ટર્નઓવર 9 હજાર કરોડથી વધુ છે. જ્યારે તેણે પોતાની કંપની Spanx માત્ર 4 લાખ રૂપિયામાં શરૂ કરી હતી. કર્મચારીઓની મહેનતને કારણે આ કંપની એટલી સફળ થઈ કે બોસે હવે કર્મચારીઓને પણ તેનો લાભ આપ્યો છે.અહેવાલો અનુસાર, આભાર બોનસની જાહેરાત કરતી વખતે બોસે તેના કર્મચારીઓને બે ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ ટિકિટ આપી અને કહ્યું કે તમે વિશ્વમાં ક્યાંય પણ જઈ શકો છો.

ત્યાં મુસાફરી કરવા માટે બોનસ તરીકે 8 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સારાહ Spanx નામની અન્ડરગાર્મેન્ટ કંપની ચલાવે છે. ફોર્બ્સ અનુસાર સારાની કુલ સંપત્તિ 7 હજાર કરોડથી વધુ છે. આ મહિલા બોસ વિશે જાણ્યા પછી, બધા બોસના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બોસ હો તો ઐસી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા અધધધ કેસ….

આ પણ વાંચો: કાર અને આઇસર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર ચાલકના થયા એવા હાલ કે…

આ પણ વાંચો: પરિક્ષા દરમિયાન કોલેજમાં એવું થયું કે….

આ પણ વાંચો: અમદાવાદના ખાડિયા વિસ્તારના યુવકની યુ.એસ. આર્મીમાં પસંદગી