GujaratSaurashtra

પરિક્ષા દરમિયાન કોલેજમાં એવું થયું કે….

ઉપલેટા તાલુકાની કોલેજમાં બીકોમ સેમિસ્ટર 6ની ચાલુ પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી પકડાયો હોવાનું સામે આવ્યું છે. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી.કોમ સેમેસ્ટર 6ની પરીક્ષા દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વર્ગખંડમાં પરીક્ષા દરમિયાન જ્યારે પરિક્ષાર્થીઓના રિસિપ્ટનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવકને જ્યારે એવું લાગ્યું કે તેનો ભાંડો ફૂટી જશે તેણે વર્ગખંડમાંથી ભાગવા પ્રયત્ન કર્યો હતો. CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. ત્યારે આવો જાણીએ શુ છે સમગ્ર મામલો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમિસ્ટર-6ના જુના કોર્સની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓનું રિસિપ્ટ ચેકીંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક મોટો પર્દાફાશ થયો હતો. નિરીક્ષક જ્યારે રિસીપ્ટ ચેક કરી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થી અચાનક આમ તેમ જોઈને વર્ગખંડની બહાર જવા માટે આમતેમ ફરવા લાગ્યો હતો. અને બાદમાં તે ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ યુવક કોઈ યુવતીની રિસિપ્ટ લઇને ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ત્યારપછી આ સમગ્ર મામલે રિપોર્ટ બનાવીને યુનિવર્સિટી ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના કોલેજના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ આ સોશિયલ મીડીયા પર આ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખૂબ વાયરલ થયા થઈ રહ્યા છે. જેમાં યુવતીના સ્થાને ડમી વિદ્યાર્થી બનીને આવેલો યુવક વર્ગખંડમાંથી ભાગતો નજરે પડે છે.