GujaratSouth GujaratSurat

સુરતમાં મહિલાએ એક યુવકને ખોટા કામ કરવાની ના પાડી તો….

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ક્રાઈમની ઘટના માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવી જ ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરતમાં એક મહિલાને નશાનો કારોબાર કરનાર વ્યક્તિને ટોકવું ભારે પડ્યું છે કેમકે આ મહિલા આ વ્યક્તિ દ્વારા અવારનવાર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં રહેનાર અને મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ ફરજ પર રહેનાર મહિલા દ્વારા આજથી છ મહિના અગાઉ નશાનો કારોબાર કરનાર એક યુવકને આ વેપાર કરવાની ના પાડવામાં આવી હતી. તેના લીધા મહિલા પર આ ઇસમ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં મહિલાની ફરિયાદ બાદ પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ગઈ કાલના આ વ્યક્તિ દ્વારા મહિલા પર ફરી હુમલો કર્યો હતો. તેમ છતાં મહિલા તેનાથી બચી ગઈ હતી.

આપણે બધા જાણીએ જ છીએ કે, ગુજરાતના નશાનો કારોબાર કરતા લોકોને પકડી પોલીસ દ્વારા જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે પરંતુ સુરતના નાનપુરા વિસ્તારમાં રહેનાર એક મહિલાને આ વ્યક્તિને સમજાવવું ભારે પડ્યું છે. આજથી છ મહિના અગાઉ આ મહિલા મહાનગર પાલિકાના સફાઈ કામદાર તરીકે ટીએનટી સ્કૂલ પાસે પોતાનું કામ કરી રહી હતી તે સમયે એક વ્યક્તિ બાળકને સફેદ પાવડર જેવી વસ્તુ આપી રહ્યો હતો. તેને લઈને રેશ્માબેન સોલંકીએ આ વ્યકિતને કહ્યું કે આવી વસ્તુ બાળકોને આપવી ન જોઈએ. તેને લઈને આ વ્યક્તિને ગુસ્સો આવી ગયો અને તે રેશ્માબેન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

તેમ છતાં સ્થાનિક લોકો વચ્ચે આવી જતાં આ વ્યક્તિ ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર બાદ આ રેશ્માબેન ત્યાંથી પસાર થતા તેના પર હુમલો કરવા આવ્યો હતો. જેના કારણે રેશ્માબેન મરતા-મરતા બચ્યા હતા. તેમ છતાં આ બાબતમાં મહિલા દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ગઈ કાલના આ મહિલા પર યુવકે ફરીથી હુમલો કર્યો હતો. તેમ છતાં આ મહિલા બચી ગઈ હતી. મહિલા દ્વારા હાલ પોલીસ કાર્યવાહી સાથે રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે.