GujaratAhmedabad

કોરોનાને લઈને આવ્યા માઠા સમાચાર

કોરોનાના કેસોમાં દિવસેને દિવસ કહેર વધતો તેવો જોવા મળી રહ્યો છે. કેમકે ઘણા સમયથી શાંત પડેલ કોરોના ફરી વકર્યો છે. કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 260 કેસ સામે આવ્યા છે. તેને એક વાત તો હજુ પણ લોકોને સચેત રહેવાનું જરૂર છે કેમકે કોરોના હજુ પણ ગયો નથી તે સમયે-સમયે તેનો પ્રકોપ દેખાડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 260 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કુલ કેસ 2056 રહેલા છે જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 2050 દર્દીઓ સ્ટેબરહેલા લ છે. તેની સાથે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. કોરોનાથી આજે કુલ 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે. કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 81, સુરતમાં 29, વડોદરામાં 46 અને વડોદરામાં 23 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 356 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.

જ્યારે અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે દેશમાં પણ કોરોના પ્રકોપ વધ્યો છે. દેશમાં આજે કોરોનાના 6000 ને પાર કેસ સામે આવ્યા છે. જ્યારે આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા શુક્રવારના સ્થિતિનું મૂલ્યાંકન કરવા વિવિધ રાજ્યોના આરોગ્ય પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 23 રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો હાલમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કોવિડ ટેસ્ટમાં આરટી-પીસીઆર ટેસ્ટની ટકાવારી વધારવાની જરૂરિયાત પર ભરવા મુકવાનું કહ્યું હતું.