GujaratAhmedabad

સગીરાને ખેતરમાં લઈ જઈને ડ્રાઇવરે કર્યું એવું કે..

મધ્યપ્રદેશથી કડીયા કામ ઠકી મજૂરી કરવા અર્થે ગુજરાતના માંગરોલ તાલુકાના મોટા બોરસરા ગામે આવેલા એક આવેલા પરિવારમાં પાંચ દિવસ પહેલા કાકાને ત્યાં એક નવજાત બાળકની સંભાળ લેવા આવેલી દસ વર્ષની બાળકીને સામેની ફેકટરીમાં આવેલો ડ્રાઇવર પડાવમાંથી ઉચકી જઈ તેણીને પાછળના ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરીને ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. બાળકી રડતી રડતી પાછી પડાવમાં આવી અને સમગ્ર વાતની જાણ તેણે પોતાના પરિવારજનોને જણાવી હતી, જેથી તાત્કાલિક અસરથી પરિવારજનોએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા બોરસરા નામના ગામે ઔદ્યોગિક વિસ્તાર ખાતે આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કડિયા કામની મજૂરી કરતા શ્રમિકોનો પડાવ આવેલો છે. આ પડાવમાં વસ્વાત કરતા એક મધ્યપ્રદેશના પરિવારમાં પાંચ દિવસ આગાઉ નાનાભાઈની 10 વર્ષની દીકરી એક નવજાત બાળકને સાચવવા અર્થે પડાવ પર આવી હતી. શનિવારના રોજ રાત્રિના સમયે આ બાળકી તેના પરિવારની છોકરીઓ તેમજ છોકરાઓ સાથે પડાવમાં સુઇ રહી હતી, ત્યારે ત્યાં અચાનક કોઈ અજાણ્યો ઈસમ આ માસુમ દીકરીને તેનું મોઢું દબાવીને પડાવની પાછળ આવેલા ખેતરમાં લઈ ગયો હતો. અને ત્યાં આ નરાધમે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી, દીકરીને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો.

નોંધનીય છે કે, આ ઘટનાથી ડરી ગયેલી દીકરી રડતા રડતા પડાવવામાં પાછી આવી અને આ સમગ્ર ઘટનાની જાણ તેણે તેના મોટા કાકાને કરી હતી. ત્યારે તેના કાકાએ દીકરીની વ્યથા સાંભળીને આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કોસંબા પોલીસનો સંપર્ક કરી પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી અને દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ પોલીસે આ સમગ્ર મામલે ફરાર થયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તળાવની સામેની બાજુ આવેલી ઇન્દ્રજીત નામની એક કંપનીમાં દમણથી એક ડ્રાઇવર તેની ગાડી લઈને આવ્યો હતો અને તે ગાડી મૂકીને જ ત્યાંથી ફરાર થઇ ગયો છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.