GujaratAhmedabad

કેરી રસિકો તૂટી પડો, કેરીના ભાવમાં થયો આટલો બધો ઘટાડો

કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે બધાને એમ હતું કે કેરીઓ મોંઘી થઈ જશે પરણરૂ અમદાવાદમાં કેરીના ભાવમાં ખૂબ સારો ઘટાડો થયો છે. 1 સપ્તાહમાં કેરીની પેટી દીઠ 200 થી 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઉનાની પ્રખ્યાત કેસર કેરીનો ભાવ પહેલા 1200 રૂપિયા પેટી હતો જે હવે 900 રૂપિયા થઈ ગયો છે. રત્નાગિરી કેરીની એક પેટીનો 2200 રૂપિયાથી 2600 રૂપિયા ભાવ છે. રત્નાગિરી કેરીના પેટીનો ભાવ અગાઉ 3000 રૂપિયા હતો. તો બદામ કેરી 100 રૂપિયાના બદલે હવે માત્ર 60થી 70 રૂપિયામાં મળે છે. સુંદરી કેરીના 1 કિલોનો ભાવ 100 રૂપિયાથી 120 રૂપિયા છે. જો કે, કેરીના આટલા ઓછા ભાવ થઈ ગયા હોવા છતાં પણ ગ્રાહકોની સંખ્યા બજારમાં હજુ પણ ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં 10900 હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે ભુજ,માંડવી, અંજાર, નખત્રાણા તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે આનુસાર ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા તેના લીધે 4500 હેક્ટરમાં કેરીના પાકને આંશિક નુકસાની ગઈ છે. ચાલુ વર્ષે 8500થી 9000 જેટલા હેક્ટરમાં કેરીના પાકનું ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છની કેસર કેરીની માંગ બજારમાં ખૂબ વધારે રહેતી હોય છે.ચાલુ કચ્છના ખેડૂતોએ ચાલુ વર્ષે વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીના પાકનું વાવેતર કર્યું છે. હાલ કચ્છ જિલ્લાના ખેડૂતો પણ ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના પાકના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

કચ્છના ખેડૂતના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાની પહોંચી છે. પરંતુ જે પણ ખેડૂતો પાસે કેરીનો પાક બચેલો છે તે લોકોને ખૂબ આવક થવાની છે. બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો કારણ કે જે કચ્છની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને એટલે જ આ કેરીની માંગ પણ ખૂબ રહેતી હોય છે. ત્યારે જે ખેડૂતો પાસે કેરીનો પાક બચ્યો છે તે આ વખતે સારા એવા ભાવે કેરીને વેચી ખૂબ નફો કરશે.

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે, આ વખતે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુમશાન થયું હોવાથી પાક ખૂબ ઓછો થયો છે. ત્યારે નિકાસ દરમિયાન સરકાર કાર્ગો માટે ખેડૂતોને સબસિડી આપે તો સરકાર તો સબસિડી આપશે પરંતુ આ સબસીડીનો લાભ તો ખેડૂતોને બદલે વેપારી લઈ લે છે. માટે સરકાર ખેડૂતોને લાભ થાય એવું કંઈક કરે તો સારું. કચ્છની કેસર કેરીનો ભાવ ચાલુ વર્ષે પ્રતિ 10 કિલો 700 થી 1200 રૂપિયા ભાવે મળે તેવી આશા છે.