AhmedabadGujarat

પબજી ગેમથી સંપર્કમાં આવેલા યુવકે કરી હત્યા, જાણો શુ છે મામલો

નેશનલ હાઇવે નંબર 8 ખાતે પીજ ચોકડી નજીક આવેલા ટૂંડેલ ઓવરબ્રિજ નીચેથી તાજેતરમાં જ માથા વગર એક યુવકની લાશ મળી આવી હતી. ખેડા પોલીસે આ યુવકની ઓળખ માટે ભારે મથામણ કરતા આ હત્યાકાંડન ભેદ ઉકેલાયો છે. હત્યારાઓ યુવકની હત્યા કરીને તેનું માથુ કાપીને લઈ ગયા હતા. પબજી ગેમ મારફતે સંપર્કમાં આવેલા યુવકે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જઉં યુવકની હત્યા થઈ છે તે પરેશ ગોહેલ સંધાણા નામના ગામમાં વસવાટ કરતો હતો. આ યુવક તેની સાસરી ટૂંડેલ ગામમાં બે દિવસથી રહેવા આવ્યો હતો. પ્રેશ ગોહિલની બે દિવસ પછી માથા વગરની લાશ મળી આવી હતી. જોકે, પરેશનું માથું કાપીને ધડથી અલગ કર્યા પછી તેની લાશનો જુદી જુદી જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ પણ આ બધું જોઈને ચોંકી ઉઠી હતી. ખેડા એસપીની સીધી સૂચનાથી પોલીસની અલગ અલગ ટીમો મૃતક યુવકનું માથું શોધવા માટે કામે લાગી હતી.

નોંધનીય છે કે, ખેડા પોલીસ દ્વારા સતત 14થી15 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યા પછી આખરે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસે હાલ આ હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરીને મોડી રાત સુધી આ કેસની તપાસ હાથ ધરી હતી. આરોપી અને મૃતક યુવક પબજી ગેમ મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ યુવકનું માથુ કાપીને પેટલાદ ફાટક પાસે આવેલ તેના ઘર નજીક ડાટી દીધુ હતું. પુલિસે મૃતક યુવકની લાશને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. અને બાદમાં તેના પરિવારને સોંપી હતી.

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના જણાવ્યા અનુસાર, પોલીસે મૃતકના હત્યારાને પકડી પાડવા માટે FSL અને ડોગ‌ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળથી નજીકના ખેતરોમાં તપાસ કરી રહી હતી કે લાશને હિય લાવવામાં આવી છે કે અહિયાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ભેદ ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. અને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.