અમદાવાદના એક વેપારી સાથે જોવા-જેવું થયું છે. વેપારી દ્વારા ફેસબુક પર એક યુવતીને રીક્વેસ્ટ મોકલવામાં આવી હતી અને ત્યાર બાદ તેની સાથે વોટ્સએપ પર વાતો શરુ કરવામાં આવી હતી. પરંતુ આ ભૂલ શિલજના વેપારીને ભારે પડી છે. કેમકે યુવતીએ વોટ્સએપ પર ન્યુડ વિડીયો કોલ કરી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલામાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના શીલજમાં રહેનાર ઈન્ટિરિયર ડિઝાઈનરના વેપારી દ્વારા ગત 11 માર્ચે 2022 માં ફેસબુક પર પાયલ શર્મા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. વેપારી દ્વારા મોકલવામાં આવેલ રિક્વેસ્ટ યુવતી દ્વારા એક્સેપ્ટ કરી લેવામાં આવી હતી તેના લીધે બંને જણા મેસેન્જરમાં વાતો કરવાનું પણ શરુ કરી દીધું હતું. ત્યાર બાદ બંને જણાએ વોટ્સએપ નંબરની આપ લે કરીને વોટ્સએપ પર પણ વાતો કરવાનું શરુ કરી દીધું હતું.
વેપારીને ત્યાર બાદ વોટ્સએપ પર વાત કરવી ભારે પડી હતી. કેમકે પાયલ શર્માએ વિડીયો કોલ કરીને વેપારી સાથે કરેલ તમામ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. પછી વેપારીને તે વિડીયો મોકલ્યો અને વિડીયો વાયરલ કરવાની ધમકી વેપારી પાસેથી પૈસા માંગ્યા હતા.
એવામાં વેપારીએ બદનામીના ભયથી બચવા માટે યુવતીને પ્રથમ વખત 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યાર બાદ એક પછી ટ્રાન્જેક્શન કરીને કુલ 1.8 રૂપિયા યુવતીને આપી દીધા હતા. વેપારીએ અંતે કંટાળીને આ મામલામાં બોપલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.