ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓને બાલવાટિકા શરૂ કરવા માટે થઈને ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો આવ્યો છે. જેમાં જણાવ્યું ચર કે, જે શાળાઈમાં ધોરણ 1ના વર્ગો ચલી રહ્યા હોય તે બધી જ શાળાઓએ બાલવાટિકાના વર્ગો નવા શૈક્ષણિક વર્ષ 2023 – 24 થી શરૂ કરવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકારના જણાવ્યા અનુસાર ફરજિયાતપણે બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશ. જે બાળકના 1 જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો રહેશે. અને 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તે જ બાળકને 1 ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારે 5+3+3+4 અનુસાર શાળાકીય માળખુ કરવા અંગે પણ ઠરાવ કરાયો છે. 3 વર્ષનું બાળક થાય ત્યારપછી આંગણવાડીમાં શરૂઆતના બે વર્ષ, અને 5 વર્ષનું થાય ત્યારે બાલવાટિકામાં પ્રવેશ અને ત્યારપછી 6 વર્ષની ઉંમરનું બાળક થાય એટલે તે બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવો આ મુજબની શિક્ષણ વ્યવસ્થા રહેશે.
નોંધનીય છે કે, સરકારે પરિપત્ર કરીને રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓને બાલવાટિકાને લઈને આદેશ કર્યો છે. જે શાળાઓમાં ધોરણ 1 ના વર્ગી ચાલી રહ્યા હશે તે શાળાઓએ દરજીયાત બાલવાટિકાની રચના કરવાની રહેશે. 1 જૂન 2023ના રોજ જે બાળકના 5 વર્ષ પૂર્ણ થયા હશે તે બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે. તેમજ 1 જૂન 2023ના રોજ જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હશે તે જ બાળકને ધોરણ 1માં પ્રવેશ મળશે. બાલવાટિકામાં બાળકો માટે બી.એડ, ડિપ્લોમા, PTC શિક્ષકોની નિમણૂક કરી શકાશે.