CrimeCrimeIndiaNewsUP

યોગી સરકારના 6 વર્ષ, 184 કુખ્યાત ગુનેગારો ને ખતમ કર્યા

ઉત્તર પ્રદેશમાં ગુનેગારોનો ખાત્મો થઇ રહ્યો છે. યોગી સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ગુનેગારોની કમર તોડવામાં વ્યસ્ત છે. ઉમેશ પાલ હત્યા કેસ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની માફિયાઓને માટીમાં ભેળવી દેવાની બુમરાણ સાચી પાડી છે. હવે ઝાંસીમાં માફિયા અતીક અહમદના નાના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર બાદ કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના પણ માર્યો ગયો છે. આ સાથે યુપીમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત અપરાધીઓનો આંકડો 184 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: કેનેડાથી સામે આવ્યા દુઃખદ સમાચાર, મિત્ર જેના માટે ફંડ એકઠું કરી રહ્યો હતો તે સોનાલીએ દુનિયાને કહી દીધું અલવિદા..

પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા બાદ 5,046 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 23,348 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 13 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 1443 પોલીસકર્મીઓ ઘાયલ થયા. માર્ચ 2017 થી 12 એપ્રિલ 2023 સુધીના 6 વર્ષમાં પોલીસે 181 ઈનામી અને વોન્ટેડ ગુનેગારોનો સામનો કર્યો છે. જો અસદ, ગુલામ અને હવે અનિલ દુજાના તાજેતરના એન્કાઉન્ટરનો સમાવેશ કરવામાં આવે તો આ સંખ્યા વધીને 184 થઈ ગઈ છે.

આ પણ વાંચો: પાવાગઢ મંદિરના વિશ્રામસ્થળનો ઘુમ્મટ તૂટતા એકનું મોત, આઠને ઈજા