12 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર અમાનવીય અત્યાચાર ગુજરાવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ
સુરતમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં 12 વર્ષની બાળકીનું અપહરણ અને અમાનુષી અત્યાચાર તેમજ દુષ્કર્મની ઘટનામાં સુરત પોલીસે બળાત્કારના આરોપીની બહેન અને તેંજ પત્ની એમ બે મહિલાઓની ધરપકડ કરી છે. આ બંને મહિલાઓએ આ 12 વર્ષની માસુમ દીકરીના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી તેમજ તેને ગરમ સાણસીથી ડામ આપ્યા હતા. આ ગુનામાં પહેલા મહિલાની માતા તેમજ તેની બહેનપણી પકડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરતના સરથાણા વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની 12 વર્ષની ઉંમરની બાળાનું 8 એપ્રિલના રોજ અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં સરથાણા પોલીસે ઉમેશ વશરામ ભાઈ ઉગરેજીયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ચિલ્ડ્રન હોમમાંથી માતા બાળકીનો કબજો મેળવીને પોતાના ઘરે પરત જઈ રહી હતી તે દરમીયાન ઉમેશની પત્ની સંગીતા તેમજ તેની બહેન મનીષ અને માતા મધુબેને રિક્ષાને આંતરી બાળકીની માતાને રિક્ષામાંથી ઉતારી હતી. બાદમાં તેઓ બાળકીનું અપહરણ કરીને લસકાણા ખાતે વસવાટ કરતી કિરણ ઉર્ફે ટીના વાણોદિયાનાં ઘર ખાતે લઈ ગયા હતા. અને બાદમાં આ મહિલાઓએ બાળકીને નિવસ્ત્ર કરી તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી ભરી તેમજ ગરમ હાણસીના ડામ દીધા હતાં. બાદમાં આ ચારેય મહિલાઓ બાળકીને એકલી રસ્તામાં અધવચ્ચે મૂકીને ફરાર થઇ ગયા હતા. ત્યારે પુત્રીને શોધી રહેલી માતાને બાળકી ખૂબ જ દયનિય હાલતમાં મળી આવતા તેણે આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ચારેય મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે, સરથાણા પોલીસે આ કેસમાં અગાઉ કિરણબેન ઉર્ફે ટીના વાણોદીયા અને મધુબેનની ધરપકડ કરી લીધી હતી. જ્યારે બાકીની બે મહિલા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે બાતમીના આધારે સુરત શહેર SOG પોલીસે ફરા૨ બંને મહિલા આરોપી સંગીતાબેન અને મનીષાબેનની ધરપકડ કરી લીડબી હતી. અને સરથાણા પોલીસને આ બંને આરોપીઓનો તેનો કબજો સોંપવામાં આવ્યો છે.