રાજ્યમાં હાલ કમોસમી વરસાદની વિદાય બાદ ગરમી નું જોર વધ્યું છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં ચાર દિવસ સુધી ગરમીનો પારો સતત વધવાનો છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 11 મેથી 18 મે દરમિયાન આંધી-વંટોળ નું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય 22, 23 અને 24 મેના રાજ્યના કોઈપણ વિસ્તારમાં માવઠાની શક્યતા રહેલી નથી. આંધી વંટોળ ના લીધે ખેડૂતો ના પાકને નુકસાન થાય છે. તેમ છતાં 28 મે બાદ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સક્રિય બનવાની શક્યતા રહેલી છે. મે મહિનામાં પણ વાતાવરણ ફેરફાર જોવા મળશે તેના લીધે મિશ્ર ઋતુ નો અહેસાસ લોકોને થશે.
તમને જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ચાલુ વર્ષના ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો. ગરમીનો અહેસાસ લોકોને ઓછો થયો હતો. પરંતુ થોડા દિવસથી ગરમી પારો ચડતા લોકોને ભારે ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. એવામાં પ્રિ-મોનસૂન ધીરે-ધીરે એક્ટીવ થશે તેના લીધે મેં મહિનાના અંતમાં ફરી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તેમ છતાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવાનો વારો આવશે.
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના લીધે કાળઝાળ ગરમી યથાવત રહેવાની છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં અઆવી છે. અમદાવાદમાં આજે 43 થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જાય તેવી શક્યતા છે. તેના સિવાય ગાંધીનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કામ વગર ઘરની બહાર ન જવાનું સુચના આપી છે. અમદાવાદમાં ગઈ કાળના તાપામાન ૪૩ ડીગ્રીનું આજુબાજુ રહ્યું હતું.