AhmedabadGujarat

ગુજરાતમાં ફરી પડશે આ તારીખે વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદે વિદાય લીધી છે. તેના લીધે ગરમીએ જોર પકડ્યું છે. એવામાં હવે રાજ્યમાં ગરમીનો પારો 45 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે હવે ગરમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજયમાં એક દિવસ બાદ ગરમીથી લોકોને થોડી રાહત મળી જશે. કેમકે આગામી દિવસમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા રહેલી છે. તેમ છતાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે અને અરબી સમુદ્રનો ભેજ ખેંચાવવાના લીધે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જ્યારે બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું પણ નબળું પડ્યું છે અને પવનની દિશામાં ફેરફાર આવશે તેના લીધે ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું  છે કે, રાજ્યમાં સતત કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમીનું જોર વધવાનું છે. જ્યારે 15 થી 16 મેના ગરમીમાં ઘટાડો જોવા મળશે. તેમ છતાં આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે. તેમજ કૃતિકા નક્ષત્રના દરિયામાં હલચલ જોવા મળે છે. તેના લીધે પવનની ઝડપ વધતી હોય છે.

આ સિવાય રાજ્યમાં આંધી વંટોળનું જોર પણ વધવાની છે. આ સિવાય ગુજરાતમાં મેં મહિનામાં પ્રી-મોનસુનની એક્ટિવિટી શરુ થાય છે. જ્યારે રાજ્યમાં 22 થી 24 માં પ્રી-મોનસુન એક્ટિવિટીની શરુઆત થશે. 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રાજ્યમાં રહેશે. તેમ છતાં રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ વરસે તો વરસાદ સારો થાય છે. 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. તેમ છતાં તે સમયે હળવું વાવાઝોડું સક્રિય બનશે. તેની અસરના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે.