દેશભરમાં મોદી સરકાર દ્વારા બે હજારની તમામ ચલણી નોટો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતની જાહેરાત રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી છે. દેશના લોકો પાસે બે હજારની નોટો બદલાવવા માટે હવે માત્ર ચાર મહિનાનો સમય બાકી રહેલો છે. હાલમાં જે નોટો છે તે 4 મહિના સુધી માન્ય રહેવાની છે.
તેની સાથે જેટલા પણ લોકો પાસે 2 હજારની નોટો છે તેમણે 23 તારીખ સુધીમાં જમા કરાવવી પડશે. જો કે કોઈ પણ બેંક એક વખતમાં 10 થી વધારે નોટ જમા લઇ શકશે નહીં. આ સિવાય કોઈ પણ વ્યક્તિ 2 હજારની નોટોના સ્વરૂપમાં માત્ર 20 હજાર રૂપિયા જ જમા કરી શકશે. જ્યારે ચાર મહિનાની અંદર જ તમામ બે હજારની નોટો લોકોને જમા કરાવવી પડશે. કેમકે 30 સપ્ટેમ્બર 2023 સુધી જ બે હજારની નોટો માન્ય રહેવાની છે. એવામાં 30 મી સપ્ટેમ્બર બાદ બે નોટો ચાલશે નહીં તે બાબતમાં સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એવામાં આ બાબતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૬ માં કાળુંનાણું પરત લાવીશું, આતંકવાદી પ્રવુતિઓ બંધ થાય અને ભ્રષ્ટાચાર ઘટાડવાના હેતુથી નોટબંધી કરવામાં આવી અને એને માસ્ટરસ્ટ્રોક ગણાવીએ નવી બે હજારની નોટ ચલણમાં લાવવા આવી હતી. હવે આ બે હજારની નવી નોટને બંધ કરીને ગરીબ અને મધ્યમવર્ગને ફરીથી તકલીફ અને પીડામાં મૂકી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, છેલ્લા છ વર્ષથી ભારતના લોકો દ્વારા ગુલાબી રંગની બે હજાર રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે હવે આ નોટોનું કાયદેસરના ચલણ માત્ર 4 મહિના સુધી રહ્યું છે. જો તમારી પાસે બે હજાર રૂપિયાની નોટો રહેલી છે, તો તેનો ઉપયોગ તમે માત્ર ચાર મહિના સુધી કરી શકશો. કેમ કે રિઝર્વ બેંક દ્વારા 2 હજાર રૂપિયાની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં બે હજારની નોટો બદલવા અને જમા કરાવવા માટે ચાર મહિનાનો સમય લોકોને આપવામાં આવ્યો છે.