સોશિયલ મીડિયામાં પત્નીના નામે એકાઉન્ટ બનાવીને મહિલા સાથે કરી મિત્રતા અને પછી…
આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો તરત જ વિશ્વાસ મૂકીને ફ્રેન્ડશીપ કરી લેતા હોય છે. અને પછી આ વિશ્વાસ પાછળથી ભારે પડતો હોય છે. એવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં એક પરણિત યુવકે પોતાની પત્નીના નામથી એકાઉન્ટ બનાવીને એક મહિલાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બંને વચ્ચે ફ્રેન્ડશીપ થયા બાદ પરિણીતાને ખબર પડી કે જે મહિલાના નામથી સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેનો પતિ આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. બાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થતા પરણિત યુવકે મહિલાના ફોટો મંગાવ્યા હતા. બાદમાં મહિલાએ વેટ કરવાનું ઓછું કરી દેતા યુવકે મહિલાનાફોટાઓ સોસજીયક મોડોયા પર વાયરલ કરી દીધા હતા. જેને લઈને મહિલાએ આરોપી યુવક વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, 45 વર્ષની ઉંમરની પરિણીતા રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ લવ ટેમ્પલના પાછળના ભાગના વિસ્તારમાં વસવાટ કરે છે. પરિણીત મહિલાના ફેસબુક ફ્રેન્ડ એવા દશરથસિંહ ગોહિલે પરિણીતાને ગત 13/10/2022ના રોજ જણાવ્યું કે, નિખિલ સોલંકી નામના એક શખ્સે મને વ્હોટ્સએપમાં તમારા કેટલાક અશ્લીલ તેમજ બીજા ફોટાઓ મોકલ્યા છે. જેથી તરત જ તે બધા ફોટાઓ મહિલાએ પોતાના વોટ્ટસએપ નંબર પર મંગાવ્યા અને ત્યારપછી તે ફોટાના સ્ક્રીનશોટ પણ લઈ લીધા હતા.
વધુમાં પરિણીતાએ જણાવ્યું કે, અંજના નિખિલ સોલંકી નામના ફેસબુક એકાઉન્ટ પરથી વર્ષ 2019માં પરિણીતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટને પરિણીતાએ સ્વીકારી લીધી હતી. પરંતુ પાછળથી માલુમ થયું કે આ ફેસબુક આઈડી અંજના નહીં પણ તેનો પતિ નિખિલ સોલંકી વાપરે છે. બાદમાં બંને જણાએ પોતાના વ્હોટ્સએપ નંબર એકબીજાને આપ્યા અને પછી નિખિલે પરિણીતા પાસે પર્સનલ ફોટા માંગ્યા હતા. જેથી પરિણીતાએ વિશ્વાસ કરીને નિખિલને આપ્યા હતા. ત્યારબાદ પરિણીતાએ નિખિલ સાથે ફ્રેન્ડશીપ ઓછી કરીને બોલવાનું બંધ કરી દીધું હતું. જેથી નિખિલ અવારનવાર પરિણીતાને ધમકી આપીને કહેતો મેં, જો તું મારી સાથે સંબંધ રાખીશ નહીં તો તારા પર્સનલ ફોટાને હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખીશ.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નિખિલ સોલંકી વિરુદ્ધ આઇ.ટી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે પણ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.