સનાતન ધર્મના વિરોધીઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી મોટી વાત
બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી 10 દિવસ ગુજરાતમાં રોકાણ કરવાના છે. આ દરમિયાન તેઓ સુરત,અમદાવાદ અને રાજકોટ શહેરમાં દિવ્ય દરબારનું આયોજન કરવાના છે. હાલ સુરતમાં બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત શહેરમાં આયોજિત દિવ્ય દરબારને લઇને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે પણ સુરતના લોકો બાબા બાગેશ્વરનું સ્વાગત કરવા માટે ખૂબ જ આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદ યોજીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કેટલીક મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવીને મને ખુબ જ આનંદ પ્રાપ્ત થયો છે. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે. અને એટલે જ કુછ દિન ગુજારેંગે ગુજરાત મે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકીય પાર્ટીના સમર્થક હોવાના સવાલ પર કહ્યું કે, કોઇ રાજકીય પાર્ટી સાથે નહીં પણ બજરંગબલીની પાર્ટી સાથે જોડાયો છું. તે સિવાય બીજી કોઇ પણ પાર્ટી સાથે મારે કોઈ સબંધ નથી. સૌ ભક્તોનું દરબારમાં સ્વાગત છે. હિન્દુ ધર્મ સાથે હું હંમેશાથી જોડાયેલો છું.
આ પણ વાંચો: પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી અને પછી મિત્રો સાથે મળી અવારનવાર આચર્યું દુષ્કર્મ
નોંધનીય છે કે, આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ આદિવાસી વિસ્તારોમા પણ કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં તેમણે કહ્યું હતું કે મારી કથા વિરુદ્ધ સનાતન વિરોધી તાકતો ષડયંત્રો કરી રહી છે. માટે જ સરકાર મને સિક્યોરિટી આપી રહી છી. આઈબીએ આપેલા રિપોર્ટના આધારે જ સરકારે સિક્યોરિટી આપી છે. તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. ત્યારે તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તેમના દિવ્ય દરબાર યોજી રહ્યા છે. જેમાં લાખો લોકો ઉમટી રહ્યા છે.