AhmedabadGujarat

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં હજુ પણ આટલા દિવસ રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર વધશે. આજે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.

હવામાન વિભાગ દ્વારા તેમ છતાં કહેવામાં આવ્યું છે કે, બુધવારના વરસાદનું જોર વધે તેવી શક્યતા રહેલી છે. જ્યારે બે દિવસ સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે સાંજના વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ માહોલ બનવાની શક્યતા રહેલી છે. તેની સાથે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા અને વડોદરામાં વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય મોરબી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ બનશે. ત્યાર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા કમોસમી વરસાદ બંધ થાય જાશે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ પછી કે ઉનાળો તેનો પ્રકોપ જરૂર દેખાડશે.