રાજ્યમાં હાલ સતત ગરમી પારો ચડેલો છે એવામાં લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. એવામાં ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ 20 થી 25 જૂન વચ્ચે અમદાવાદમાં ચોમાસુ બેસે તેવી શક્યતા રહેલી છે. જો જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસું ઝડપ પકડશે તો સાત રાજ્યમાં ચોમાસું બેસી શકે છે. તેની સાથે આંદામાન-નિકોબારથી નીકળેલા ચોમાસાએ 10 થી 12 દિવસની અંદર અંતર કાપી લેવામાં આવ્યું છે. ચોમાસું કેરળના દરિયા કિનારાથી હવે માત્ર 400 કિલોમીટર દૂર રહેલું છે. જે કેરળમાં 4 થી 6 જુન સુધી આવી જશે.
ચોમાસાની વાત કરીએ તો હાલ દક્ષિણી અરબ સાગર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં રહેલું છે. દક્ષિણની બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસું આગળ આવી રહ્યું છે. ચોમાસું આગળ વધવા માટે આગામી બે દિવસ પરિસ્થિતિ અનુકૂળ રહેલી છે. તેના લીધે 4 થી 6 જુનમાં કેરળમા ચોમાસું આવી શકે છે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ સામાન્ય રીતે 15 દિવસ બાદ મુંબઈ અને દક્ષિણ ગુજરાત થઈને ગુજરાતમાં ચોમાસું પ્રવશે છે. તેના લીધે ગુજરાતમાં 20 થી 25 જૂનના ચોમાસું બેસવાની શક્યતા રહેલી છે.
તેમ છતાં તે પહેલા જુન મહિનામાં લોકોને ફરી કાળઝાળ ગરમીમાં સહન કરવાનો વારો આવશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં જૂન મહિનામાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. જ્યારે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રી વધુ જઈ શકે છે. સામાન્ય રીતે જુન મહિનામાં અમદાવાદનું એવરેજ તાપમાન 38 ડિગ્રીની આજુબાજુ રહેવાનું છે. પરંતુ આ વખતે તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.