AhmedabadGujarat

હવસખોર પિતા 4 વર્ષથી સગી દીકરી સાથે આચરી રહ્યો હતો દુષ્કર્મ, દીકરીના લગ્ન પછી પણ કરતો રહ્યો દબાણ

ઘણા લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની પવિત્રતા અને મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં એક હવસખોર પિતાએ પોતાની જ સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દિમરી કુંવારી હતી ત્યારે તો દુષ્કર્મ આચર્યું જ પણ દીકરીના લગ્ન થયા પછી પણ આ નરાધમ પિતા પોતાની દીકરીને શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો. પિતાના ત્રાસથી કંટાળીને દીકરીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક પિતા પોતાની 20 વર્ષની સગી દીકરી સાથે છેલ્લા 4 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. જ્યારે પણ પિતા દુષ્કર્મ આચરવા આવે ત્યારે દીકરી ના કહે તો આ નરાધમ પિતા દીકરીને ધમકી આપતો કે જો તું આમ નહિ કરવા દે તો હું તને ઘરમાંથી બહાર કાઢી મુકીશ. અને તારી નાની બહેનો સાથે પણ આજ કરીશ તેવી ધમકી આપતો હતો. જેથી પોતાની સાથે જે થઈ રહ્યું છે તે બાની બહેનો સાથે ના થાય તેને ધ્યાનમાં રાખીને આ દીકરી પિતાની વાત મજબૂરીમાં માનતી હતી. અને નરાધમ આ જ બાબતનો ફાયદો ઉઠાવીને અવારનવાર દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. અને હદ તો ત્યારે થઈ જ્યારે આ નરાધમ બાપે દીકરીના લગ્ન થઈ ગયાના 7 મહિના થયા પછી પણ તેની આ કરતૂત યથાવત રાખી હતી. દીકરી જ્યારે રમજાન મહિનામાં પોતાના ઘરે આવી ત્યારે પણ આ નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

તમને જણાવી દઈએ કે, પિતા સતત દીકરીને તેંજ નાની બહેનો સાથે આ જ પ્રકારે કૃત્ય કરવાની ધમકી આપતો હતો. જેથી આ પ્રકારના ત્રાસથી કંટાળીને દીકરીએ પોતાની બહેનોને પિતાની હવસથી બચાવવા દીકરીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે નરાધમ પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.