GujaratRajkotSaurashtra

ગોંડલ હાઈવે પર આઇસર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા સર્જાયો ગમખ્યાર અકસ્માત, બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યો છે.

રાજકોટના ગોંડલ નવા માર્કેટયાર્ડ પાસે આઇસર અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે અકસ્માતમાં બેને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઇજાગ્રસ્તને યાર્ડની એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે ગોંડલ નવા માર્કેટયાર્ડ તરફથી રોડ ક્રોસ કરી રહેલ રીક્ષાને રાજકોટ તરફથી આવનારા આઇસર ટ્રક ચાલક દ્વારા અડફેટે લેવામાં આવી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં રિક્ષાનો કુચ્ચો થઈ ગયો હતો. અકસ્માતના લીધે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે અકસ્માતમાં ભરતભાઇ રામાણી અને ધુઘાભાઈ પણસારીયાને ઇજા પહોંચતા તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

તેની સાથે ગોંડલ પાસે આવેલ હાઈવે પર લાઈટોના હોવાના લીધે અકસ્માત સર્જાતા રહે છે. આ કારણોસર સ્થાનિક લોકોમાં ભારે રોષ રહેલો છે. જ્યારે આ મામલામાં અનેક વખત સ્થાનિક લોકો દ્વારા ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા આ મામલામાં કોઈ ચોક્કસ પગલા ભરવામાં આવ્યા નથી.