AhmedabadGujarat

‘બિપરજોય’ વાવોઝોડાને લઈને આવ્યા મોટા સમાચાર, ગુજરાતમાં તેની કેવી અસર થશે જાણો

ગુજરાતના કાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ગુજરાતના કાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડાના સંજોગો ઉભા થયા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, દરિયામાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ ના લીધે 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા રહેલી છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશ દ્વારા ‘બિપોરજોય’ નામ આપવામાં આવ્યું છે, તેનો અર્થ ‘આફત’ થાય છે. આ દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ બંદરો ના કાંઠે બે નંબરનું સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપવામાં આવી છે કે, કેમ કે દરિયામાં મોજા સતત ઉછળી પણ રહ્યા છે. તેની સાથે 9 મી અને 10 મી જૂનના ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ વરસી શકે છે. વાવાઝોડા નો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ આવી શકે તેવી શક્યતા રહેલી છે.

તેની સાથે આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે જોવા મળશે. મુંબઈથી લો-પ્રેશર સિસ્ટમ 1160 કિલોમીટર, જ્યારે ગોવાથી 920 કિલોમીટર દૂર રહેલ છે. આ વાવાઝોડાના લીધે કેરળના કાંઠે ચોમાસાને વિપરિત અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કેરળના કાંઠે ચોમાસુ ક્યારે આવશે તે હજુ સ્પષ્ટ નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં આવનાર આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરે તેવી શક્છેયતા રહેલી . જ્યારે 7 થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60 થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા રહેલી છે. કાંઠા વિસ્તારમાં પણ 70 કિમી. સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડાના લીધે ચોમાસુ 15 મી જૂન ની આજુબાજુ આવી શકે છે.

તેની સાથે અરબી સમુદ્રમાં ઉભો થયેલ ચક્રવાત છેલ્લા 24 કલાકમાં જ વાવાઝોડા માં ફેરવાઈ ગયો હતો. આ વાવાઝોડું 4-5 દિવસમાં પશ્ચિમ કિનારાના સમાનાંતર ઉત્તર દિશા તરફ સમુદ્રમાં જ આગળ વધી શકે છે. તોફાનની ગતિ અને દિશા ના આધારે બુધવાર સાંજ સુધીમાં ચોમાસા પર કેટલી અસર થશે તે જોઈ શકાશે. તોફાન અત્યારે ગોવાના કિનારાથી પશ્ચિમમાં 900 કિમી દૂર રહેલું છે.