AhmedabadGujarat

સાળીને બ્લેકમેલ કરીને બનેવીએ આચર્યું દુષ્કર્મ અને પછી..

ઘણી વખત લોકો પોતાની હવસને પુરી કરવા માટે થઈને સંબંધોની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. અને પછી ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક બનેવીએ પોતાની સાળીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર સાળી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં બનેવી સાળીના સંબંધોને કલંક લગાડતી ઘટના સામે આવી છે. સગીર સાળી ફોન પર તેના એક મિત્ર સાથે વાતચીત કરી રહી હતી. અને આ વાતની જાણ બાનેવીને થતા જ નરાધમ બનેવીએ સાળીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. બનેવી અવારનવાર સાળીને ધમકી આપતો કે હું આ વાતની જાણ તારા માતા પિતાને કરી દઈશ. તેમજ આ નરાધમે સાળીને વીડિયો કોલ કરીને તેના કેટલાક અશ્લીલ ફોટો લઈ લીધા હતા. અને બાદમાં આ ફોટો વાયરલ મરી દેવાની ધમકી આપીને સાળી સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

નોંધનીય છે કે, સગીરા જ્યારે પણ તેની બહેનના ઘરે જતી હતી ત્યારે આ નરાધમ બનેવી ઘરે મૂકવા જવાના નામે દર વખતે જુદી જુદી હોટલમાં સાળીને લઈ જતો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો અને બાદમાં દુષ્કર્મ આચરતો હતો. અલગ અલગ હોટલમાં લઈ જતો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. અને આખરે એક દિવસ આ નરાધમ બનેવીએ પોતાની સગીર વયની સાળીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના ફોટા વાયરલ કરી દીધા હતા. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.