GujaratJunagadhSaurashtra

બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં મંદિરની ધજા થઈ ખંડિત

અરબી સમુદ્રમાં ઉદભવેલું અતિપ્રચંડ બિપોરજોય ચક્રવાતના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના દરિયો તોફાની બનતા 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વહેલી સવારથી જ દ્વારકામાં અત્યંત ભારે પવન ફૂંકાઓ રહ્યો છે અને સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાવવાના કારણે દ્વારકાધીશના જગત મંદિર પર આવેલી 52 ગજની ધજા પણ ખંડિત થઈ ગઈ છે. ફૂલ સ્પીડથી ફૂંકાઈ રહેલા પવન તેમજ વરસાદના કારણે 2 દિવસથી મંદિરના શિખર પર કોઈ નવી ધજા ચડી નથી, ત્યારે હાલ શિખર પર લેહરાઇ રહેલી ધજા ખંડિત થઇ ગઈ છે. પૌરાણિક માન્યતા અનુસાર ધજા ખંડિત થવી એ એક પ્રકારે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશના મંદિરના શિખર પર દરરોજ પાંચ વખત ધજા ચડતી હોય છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે બે દિવસથી દ્વારકામાં ધજા ચડાવવામાં આવી નથી. ભારે પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે ગત રોજ ધજા ચડાવવામાં આવી નહોતી. જ્યારે આજે પણ એવી જ સ્થિતિ હોવાના કારણે મંદિરના શિખર પર કોઈ ધજા ચડાવવામાં આવશે નહીં. બિપોરજોય વાવાઝોડાના લીધે થઈને દ્વારકા જિલ્લામાં ઇતિહાસ બદલતી બાબતો સામે આવી રહી છે. દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા તૂટી ગયા પછી ગતરોજ દ્વારકાધીશ મંદિર ખાતે કોઈ ધજા ચડાવવામાં આવી નહોતી. આજે પણ કોઈ ધજા ચડાવવી નહિ તેવો નિર્ણય મંદિરના તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. બે દિવસથી દ્વારકામાં બની રહેલી ઘટનાએ દ્વારકાધીશના ભક્તોમાં ઉત્કઠાં વધારી છે.

તમને જણાવી દઈએ કે, અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી પાંચ ધજા ચડાવવામાં આવે છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ મંદિરના શિખર પર ધજા ચઢાવવાનું ચૂકતા નથી. પરંતુ બિપોરજોય વાવાઝોડાને પગલે હાલ 2 દિવસથી મંદિરે ધજા ચડાવવામાં આવી નથી.