વડોદરાના પાદરાના પ્રેમી-પંખીડાએ લગ્ન ન થતા ન ભરવાનું પગલું ભરવામાં અવાયું છે. ઝેરી દવા પીને પ્રેમી-પંખીડા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં બંનેને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ત્યાં બંનેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોને લગ્નની મંજૂરી આપવા માટે મજબૂર કરવા પ્રેમી-પંખીડા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ મામલામાં પાદરા પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાદરા તાલુકાના એક ગામમાં 21 વર્ષિય રાજેશ (નામ બદલવામાં આવ્યું છે) અને 18 વર્ષની દિવ્યા (નામ બદલવામાં આવ્યું) વસવાટ કરે છે. બંને છેલ્લા ઘણા સમયે પ્રેમ સંબંધ રહેલા હતો. બંને ઘણી વખત એકબીજાથી મળતા હતા. જ્યારે મોબાઈલ ફોન પર વાતો પણ કરતા હતા. ત્યારબાદ બંને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ તે સમયે દિવ્યા સગીર વયની હોવાના લીધે રાજેશે પોતાના પરિવાર સાથે લગ્ન માટે વાત કરી નહોતી.
એવામાં દિવ્યાની 18 વર્ષની ઉંમર પાર કરવાની સાથે રાજેશ દ્વારા લગ્ન માટે વાત પરિવારને જણાવી હતી. રાજેશ પણ દિવ્યા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. એવામાં તેને હિંમત કરીને પરિવારને ગામની દિવ્યા પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું . રાજેશે પરિવાર સમક્ષ ગામની દિવ્યા સાથે લગ્ન કરવાની વાત કરતા જ પરિવારજનો રોષે ભરાઈ ગયા હતા. રાજેશને કહ્યું કે, દિવ્યા આપણી જ્ઞાતી ની રહેલ નથી, આથી તેની સાથે તારા લગ્ન એની સાથે થઈ શકશે નહીં.
એવામાં રાજેશને પોતાના પરિવાર તરફથી મળેલો જવાબ દિવ્યાને જણાવવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા દિવ્યા સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપતા અંતે રાજેશનું દિલ તૂટી ગયું હતું. આ કારણોસર આ બંને પ્રેમી-પંખીડાએ ગામની સીમમાં ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો હતો.