અમદાવાદમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં સામે આવતી રહે છે. જ્યારે આજે અમદાવાદના બાપુનગરથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી લૂટવા આવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 46.51 લાખ રૂપિયાની લૂંટ કરીને લૂંટારુઓ નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે કર્મચારી દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આ લૂંટારુઓ દ્વારા હવામાં ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના બાપુનગરમાં એક આંગડિયા કર્મચારી સાથે 46.51 લાખની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર આંગડિયા પેઢીનો કર્મચારી રોકડ લઈને યોગેશ્વર પાર્ક પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તે સમયે હથિયાર લઈને બાઈક પર આવેલા ત્રણ લોકો રોકડ રકમની લુંટીને નાસી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના બાપુનગરમાં ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિભાઈ આંગડિયા પેઢીના કર્મચારી 46.51 લાખની રોકડ રકમ લઈને યોગેશ્વર પાર્ક પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને લૂંટી લેવામાં આવ્યા હતા. તે સમયે હથિયાર સાથે આવેલા ઇસમો દ્વારા ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે કાંતિભાઈ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. તેના લીધે લૂંટારુઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.