AhmedabadGujarat

વડોદરામાં ઝેર ગટગટાવનારા પ્રેમી યુગલમાંથી યુવતીનું મોત, યુવતીના પરિવારે યુવક પર એવો આરોપ લગાવ્યો કે….

વડોદરાના પાદરા તાલુકાથી એક ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રેમી-પંખીડા દ્વારા ઝેરી દવા પીને જીવન આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં જાણકારી સામે આવી છે કે, આજે યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

યુવતીનું મોત થતા યુવતીના પરિવારજનો દ્વરા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, યુવાન દ્વારા દીકરી ને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવવામાં આવ્યું હુતું અને તેને ઓછું પીધું હતું.અમારી દીકરીના મોત માટે યુવાન જવાબદાર હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલામાં પાદરા પોલીસ દ્વારા આપઘાતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ

આ મામલામાં યુવતીના પિતા નરેન્દ્રભાઇ પઢિયાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારી દીકરીને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને રાત્રીના મળવા માટે બોલાવવામાં આવી હતી, જ્યાં યુવક દ્વારા થોડી દવા પીવામાં આવી અને મારી દીકરીને વધારે દવા પીવડાવી દેવામાં આવી હતી. અમે તો દીકરીને સોંપવા માટે તેયાર જ રહેલા હતા. પરંતુ યુવકનાં માતા-પિતા દ્વારા આ છોકરી અમારા ઘરમાં ન જોવે તેમ કહેવામાં આવ્યું હતું. આ કારણોસર લગ્ન માટે ના પાડી હતી. મારી દીકરી ના મોત મામલે કાયદાકીય ન્યાય મળવો જોઈએ.