રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા બાદ ગરમીનો પારો વધ્યો છે. તેના લીધે દરેક ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના લીધે અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલ છે.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 28 થી ૩૦ માં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે વરસાદ વરસશે. જ્યારે મહેસાણા, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યાં અનુસાર, અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના લીધે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 25 અને 26 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, વડોદરામાં અને રવિવારના ભરૂચ, વડોદરા જયારે સુરતમાં સોમવારના ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેના સિવાય અમદાવાદ સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં રવિવારના ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.