AhmedabadGujarat

રાત્રે નશાની હાલતમાં આવીને પતિએ પત્નીની હત્યા કરીને પતિએ કર્યો આપઘાત

બીલીમોરા પાસે આવેલ આંતલિયા ખાતે પતિ-પત્ની તરીકે એકબીજાની સાથે રહેતા પરપ્રાંતીય યુવકે તેની સાથે રહેતી 16 વર્ષની ઉંમરની પરપ્રાંતીય તરુણીને ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી. અને પોતે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો બીલીમોરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના અને બીલીમોરા પાસેના આંતલિયા ગામે શિ‌વશક્તિ નગરમાં વસવાટ કરતા 26 વર્ષીય રાજા સુરેન્દ્રસિંહ રાજપુત અને આંતલિયા પંથકમાં વસવાટ કરતી એક કિશોરી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. છેલ્લા 8 મહિનાથી રાજા અને કિશોરી એકબીજાની સાથે પતિ-પત્ની તરીકે રહેતા હતા. જોકે થોડા સમયથી તે બંને વચ્ચે ઝઘડો ચાલ્યા કરતો હતો. ગત ગુરુવારના રોજ રાત્રિના સમય દરમિયાન રાજા નશાની હાલતમાં હતો. અને બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ જતા રાજાએ ગુસ્સામાં આવીને કિશોરીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હટીમ તેમજ રાજાએ પોતે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

નોંધનીય છે કે, આ ઘટનાની જાણ મૃતક રાજાના સગા એવા 22 વર્ષીય અજયસિંહ રાજપૂતને થતા તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે ઘરની બહાર બુમ પાડી હતી. ત્યારે કોઈએ ઘરમાંથી જવાબ ના આપતા તેમણે દરવાજા નજીક જઈને જોયુ તો આ કિશોરી મૃત હાલતમાં નીચે પડેલી હતી. જયારે રપંખા સાથે દુપટ્ટો બાંધી એ રાજા ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાયો હતો. જેથી તેણે આ મામલે ગામના સરપંચ જયેશભાઇ પટેલ તેમજ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે બન્નેના મૃતદેહને બીલીમોરાની મેંગુષી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.