ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી જાણકારી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય બનશે. તેની સાથે 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું બેસી જશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ઉદયપુર, રાજસ્થાન અને સાબરકાંઠામાં વરસાદી માહોલ બનતા સાબરમતી નવા નીરની ભરપૂર આવક થશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના લીધે મધ્યપ્રદેશમાં પૂર આવવાની શક્યતા રહેલી છે.
આ સિવાય તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે આજથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. નર્મદા નદીના વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા બે કાંઠે વહી શકે તેવી શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમા તાપી નદીમાં જળસ્તર વધી શકે તેવી આગાહી પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદી માહોલ બની શકે છે. તેની સાથે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદથી પાણીની સમસ્યા મોટાભાગે હલ થઈ જશે.