કચ્છ હાઈવે પર બે ટ્રક, ખાનગી બસ અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત, એકને સામાન્ય ઈજા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત કચ્છ હાઈવેથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છના સામખિયાળી માળિયામાં કટારીયા ધોરીમાર્ગ પાસે ગઈ કાલ રાત્રીના ચાર વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ખાનગી ટ્રાવેલ્સની બસ, બે ટ્રેલર અને એક બોલેરો જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતના લીધે ટ્રાફિક જામ થઈ ગયો હત. તેમ છતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા રાત્રિના સમયથી જ ટ્રાફિક નિયંત્રણ કરી લેવાયો હતો. આ અકસ્માતમાં બોલેરો ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
જાણકારી મુજબ, સામખિયાળી-મોરબી વચ્ચેના જૂના કટારીયાની નજીક એકતા હોટેલ પાસે રાત્રીના એક વાગ્યાની આજુબાજુ માળિયા તરફ જઈ રહેલા બે ટ્રેલર, ખાનગી ટ્રાવેલ્સની મુસાફરો સાથેની બસ અને બોલેરો જીપ એકબીજાથી ટકરાઈ ગઈ હતી. તેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેમ છતાં આ અકસ્માતનું કોઈ નું મોત નીપજ્યું નહોતું. તેમ છતાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે જીપ ચાલકને સામાન્ય ઈજાને પહોંચતા તેને હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.