AhmedabadGujarat

દેવું પુરુ કરવા માટે મોટી લૂંટ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

ઘણી વખત લોકો દેવામાં ડૂબી જવાના કારણે ના કરવાનું કરી બેસતા હોય છે. અને પાછળથી પસ્તાવવાનો વખત આવતો હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં એક વ્યક્તિએ વધારે દેવું થઈ જવાના કારણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી દેવ નાગર અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં વસવાટ કરે છે. વધારે પડતું દેવું થઈ ગયું હોવાના કારણે તેને રૂપિયાની ખૂબ જ જરૂર હતી. અને આ વાત તેની તેના નીરવ ઉર્ફે રાજુ નામના એક મિત્રને કરી હતી. ત્યારે સોનાના દાગીનાઓ લઈને કોઈ એક સોની જે જગ્યાએ વેચવા માટે જાય ત્યાં સુધીની બધી જ રેકી કરવા માટે નિરવે દેવને જણાવ્યું હતું. નિર્વના કહેવા પ્રમાણે રેકી કરતા દેવને જાણવા મળ્યું હતું કે 22મી તારીખના રોજ માણેકચોક વિસ્તારના એક વેપારી સવારના સમયે અમદાવાદથી પોતાની ગાડીમાં નીકળી જવાના છે. જેથી આરોપીઓએ આ વેપારીને લૂંટવા માટેનો પ્લાન ગયો હતો. 22મી તારીખના રોજ આ લોકોએ ફરિયાદીની ગાડીનો પીછો કર્યો પરંતુ તેમ છતાં લૂંટ કરવાનો કોઈ મોકો ના મળતા તેઓ સફળ થયા ન હતા. જ્યારે 23 મી તારીખના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આજુબાજુના સમય દરમિયાન ફરિયાદીની ગાડીની ઓવરટેક કરીને ફરિયાદીની ગાડીને ભરૂચ નવીપુર બ્રિજ નીચે ફરિયાદની ગાડી રોકીને તેને ચાકુ અને બંદૂક બતાવીને તેમની પાસે રહેલા સોનાના દાગીના અને નોટો ભરેલી બેગ અને બે મોબાઈલ લુંટીને ફરાર થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, પોલીસે આ મામલે ઘટનાની ગંભીરતા જોઈને આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ લીધા છે. તેમજ તેમની પાસેથી 1.5 કરોડ રૂપિયાની કિંમતના દાગીના તેમજ બે લાખ રોકડા પોલીસે કબજે કર્યા છે.