રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની બેસું ગયું છે. ગુજરાતમાં બે સીસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ બન્યો છે. એવામાં વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, ડાંગ, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે ભરૂચ, સુરત, નવસારી, તાપી માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજ સવારના સુરતના મહુવા, વલસાડ અને પારડી માં ભારે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વરસાદી માહોલ બનવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તેની સાથે વધુમાં જણાવ્યું છે કે, 28 અને 29 જૂનના પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
જયારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસશે. વરસાદના લીધે અમદાવાદના તાપમાનમાં ઘટાડો થયો છે. તેની સાથે અમદાવાદના ઠંડુ વાતાવરણ બન્યું છે.