રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતની ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી 24 જુલાઈના રોજ યોજાશે. રાજ્યસભામાં દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
જાણકારી મુજબ, 13 જુલાઈના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. 14 જુલાઈ દ્વારા ફોર્મની ચકાસણી કરાશે. 17 જુલાઈના ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેલો છે. 24 જુલાઈના સવારે 9 થી સાંજના 4 સુધી મતદાન કરાશે જ્યારે 24 જુલાઈ સાંજના પાંચ વાગ્યે મતગણતરીનું આયોજન કરાશે. તે સમયે ગોવા, ગુજરાત, બંગાળ સહિત 10 બેઠકો પર ચૂંટણીનું આયોજન કરાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની બેઠકોની ચૂંટણીને લઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. તે મુજબ 13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે 24 જુલાઇના મતદાન યોજાશે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ સમાપ્ત થા તેમની બેઠક પર ચૂંટણી યોજાવવાની છે. આ ત્રણેય બેઠક પર ઓગસ્ટ મહીનામાં મુદ્દત પૂર્ણ થવાની છે.