AhmedabadGujarat

કેનેડામાં ભણતા આણંદના વિશય પટેલના મોતને લઈને થયો મોટો ખુલાસો

થોડા સમય પહેલા ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં મોત નીપજ્યું હતું. નદી કિનારેથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. આણંદ પાસેના એક ગામમાં રહેનાર 20 વર્ષીય વિશય પટેલ બે વર્ષ અગાઉ કેનેડા ગયેલો હતો. પરંતુ 15 જુનના રોજ તે એકાએક ગુમ થઈ ગયો હતો. તેના ચાર દિવસ બાદ તેની લાશ નદી કિનારેથી મળી આવી હતી. ત્યારે હવે વિશય પટેલના મોતને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેનેડા જવાના વિશય પટેલના મોતનુ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતું જાણકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કેનેડામાં સ્ટડીનું પ્રેશર સહન કરી ન શકતા આવું બન્યું છે.

વિશય પટેલની વાત કરવામાં આવે તો બે વર્ષ અગાઉ ધોરણ-12 નો અભ્યાસ કરીને કેનેડા આવી ગયો હતો. તેણે અસીનબોઈન કોલેજમાં ડિપ્લોમા કોર્સમા એડમિશન મેળવ્યું હતુ. સારી વાત એ રહી છે કે, તે પોતાના અંકલ-આન્ટી સાથે રહી હતો અને એક મોલમાં કપડાની દુકાનમાં નોકરી કરી રહ્યો હતો. આર્થિક રીતે તેને કોઈ તકલીફ પડી નહોતી. તેના લીધે આત્મહત્યા કરવાનુ બીજુ કોઈ કારણ સામે આવ્યું નથી.

તેની સાથે અભ્યાસના લીધે સતત તણાવમાં રહી રહ્યો હતો. આ કારણોસર તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. 15 જુનના રોજ તે રાત્રીના ઘરમાં બધા સૂઈ ગયા બાદ તે પોતાની ગાડી લઈને નીકળી ગયો હતો. કારણ કે, બીજા દિવસે સવારે તેનું ગ્રેજ્યુએશન રહેલું હતું. પરિવારને એમ કે તે સીધો કોલેજમાં ગયો હશે. પરંતું બીજા દિવસે વિશય ન તો કોલેજ અને ના તો તે ઘરે આવ્યો હતો. તેની ગાડી એક મોલના પાર્કિંગ પ્લોટમાં મળી આવી હતી. આ મોલથી બે કિમી દૂર અસીનબોઈન નામની નદી આવેલી છે. જ્યા તેનો મૃતદેહ મળ્યો હતો. તેના લીધે તથ્ય સામે આવ્યું છે કે, વિશય પટેલ દ્વારા અભ્યાસને લીધે આપઘાત કરવામાં આવી શક્યો હોઈ શકે છે. આ સમાચાર મીડિયા રીપોર્ટસના આધારે રહેલ છે.